अमारा whatsapp गृपमा जोड़ावा अही क्लिक करो
 फालतू मेसेज करवानी मनाई छे तमारा मित्रो ने पण अमारा गृपमा जोड़ो ... आभार
तमारा whatsapp & Hike  गृप मा अमारो नंबर
982 57 57 943 ऐड करो
Join Our FaceBook Groups To Get More Update ... click here
Join our Facebook page To get our website update... click here 

Search This Blog

RECENT POST

Recent Posts Widget

Apr 21, 2016

बेटी बचावो अंतँगत वांचवालायक लेख

આજના યુગમાં ગર્ભમાં દિકરી છે એવી ખબર પડતાં જ પરિવારજનો દ્વારા તેને મારી નાંખવાની રીત સામાન્ય થઈ ગઈ છે. ભૌતિકવાદના આ યુગમાં કોઈ પણ વાતનું મુલ્ય રુપિયાથી નક્કી કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે કે દીકરીનો જન્મ પણ ફાયદાકારક હોય તો જ પરિવારજનો તેને આવકારે, નહિ તો નહિ. દીકરી ઉછેરવી એટલે લગભગ
વીસ વર્ષ સુધી તેની પાછળ investment (રોકાણ) કરવું અને ત્યારબાદ તેને કોઈને સોંપી દઈને
(તેના લગ્ન કરીને) વ્યાજ અને મુદ્દલ
બન્ને ગુમાવવા. આવો ખોટનો ધંધો કોણ કરે? અતિ સંકુચિત દૃષ્ટિના માણસો એટલું પણ નથી વિચારતા કે
પોતાના દીકરાને અન્ય કોઈ પરિવાર પોતાની દીકરી આપે છે ત્યારે તો તેના લગ્ન શક્ય બને છે ! આજે સમાજ એટલો બધો સ્વાર્થી થયો છે કે બધાને ઘરમાં વહુ લાવવી છે પરંતુ કોઈને દીકરી પરણાવવી નથી માટે તો તેને ગર્ભમાં મારી નાખે છે ને ! જો બધાં જ આવું કરશે તો એક સમય એવો આવશે કે સમાજમાં મોટા ભાગે પુરુષો જ જોવા મળશે અને તેઓની અપૂર્ણ
વાસનાને કારણે કુંવારી કન્યા પર જ
નહિ, વૃદ્ધા પર પણ જાતીય અત્યાચારો થતાં હશે.
જુના કાળમાં ન જોઈતી દિકરી જન્મે
તો એના બે પગ પકડીને ઊંધા માથે
લટકાવી તેનું માથું દૂધ ભરેલા મોટા
વાસણમાં રાખી, દીકરીને ડુબાડી-
ગુંગળાવીને મારી નાખતા(દિકરીને
‘દુધપીતી’ કરતા). કાલાંતરે સમાજમાં દીકરીનું પ્રમાણ ઘટ્યું ત્યારે તેનું વેચાણ શરુ થયું. કન્યાની અછત સર્જાઈ હોવાથી વરનો બાપ કન્યાના બાપને રૂપિયા ગણીને દેતો ને પોતાના દિકરાને પરણાવતો. ભવિષ્યમાં પણ એવું જ બનવાનું ! કાં તો દિકરી દઈને સાટામાં વહુ લાવી શકશે અથવા તો ઊંચા દામે કન્યાને ખરીદીને તેની સાથે લગ્ન કરી શકશે. કન્યાના વેચાણના સારા રૂપિયા મળવાથી ફરીથી દિકરીના જન્મને આવકારવામાં આવશે. આથી પુનઃ દિકરીની સંખ્યા વધશે અને સ્ત્રી- પુરુષનું પ્રમાણ સરખુ થતું જણાશે. ટુંકી દૃષ્ટિનો સમાજ આવી રીતે ફરી- ફરીને ભૂલો કરતો-કરતો અને એના કારણે તમાચા ખાતો-ખાતો આગળ આવે છે. જ્યારે દીર્ઘદૃષ્ટા સમાજ ઓછી ભૂલો કરીને ઝડપથી વિકાસ કરે છે.
દિકરા-દિકરીના ઉછેરમાં જમીન-
આસમાનનો તફાવત રાખનારા મા-
બાપને દિકરાઓ તરછોડે છે જ્યારે
દિકરી મા-બાપ માટે પહેલા પણ લાગણી ધરાવતી હતી અને આજે પણ
ધરાવે છે. પરંતુ દિકરીના પરિવારજનો આ બાબતને હંમેશા અવગણે છે.
દિકરીને ન્યાય અપાવવા શું થઈ શકે? કાયદો કરવાથી બેટી બચવાની નથી. ગર્ભની જાતિ તપાસવાનું કામ પરિવારજનો દ્વારા કે ડોક્ટર્સ દ્વારા અટકવાનું નથી કારણ કે ભૌતિકવાદ
(ફાયદાવાદ-ભોગવાદ) માણસના મનનો કબજો લઈ બેઠો છે, જે સમાજમાંથી જવાનો નથી અને લાખો રુપીયા ખર્ચીને ડોક્ટર્સ વિદેશથી જાતિ-પરીક્ષણ પણ થઈ શકે એવું યંત્ર લાવ્યા હોય તે પોતાના ધંધાનું નુકશાન થવા દે નહિ. ત્યારે કરવું શું ?
જુના કાળમાં ભારતમાં ધનવાન
પરિવારો પોતાના માનસપુત્રો તેમજ માનસપુત્રીઓ તૈયાર કરતા. એટલે કે સમાજના આર્થિક દૃષ્ટિએ નબળા પરિવારના સંતાનને ધનિકો પોતાનું સંતાન માનતા, તેનો આજીવન ખર્ચ પોતે આપતા તેમજ તેના સુખ-દુઃખના પ્રસંગોમાં સહભાગી પણ બનતા. આ રીતે ધનિક પરિવારો તેઓના જીવનને ભાવ-પ્રેમથી ભરી દેતા. ઘણા ધનિકોની
આવા માનસપુત્રો-પુત્રીઓની સંખ્યા હજાર સુધી પહોંચતી (સગરરાજાને દસ હજાર પુત્રો હતા- એવો ઉલ્લેખ આપણને પુરાણોમાં-વેદોમાં વાંચવા મળે છે). આથી સમાજમાં આર્થિક કે ભાવનિક દૃષ્ટિએ કોઈ પ્રશ્ન રહેતો નહિ.
સમાજના અનુકરણીય મહાપુરુષોએ
ભારતનાં ભવ્ય ભૂતકાળમાંથી પ્રેરણા લઈને આજના ધનવાન પરિવારોને માનસપુત્રો-પુત્રીઓ રાખવા સમજાવવા જોઈએ. કામ ઘણું અઘરું છે. કારણ કે આ રીતે ધનવાનોએ
કરેલા દાનની સામે તેઓને માન-
પ્રતિષ્ઠા મળતા નથી. તેમજ તેઓના
કાળા નાણા ધોળા થતાં નથી. વળી, આવકવેરામાં પણ કોઈ ફાયદો થતો નથી. હા, સમાજના ઘણા પરિવારોનો સાચો પ્રેમ અને ઈશ્વરના આશિર્વાદ ચોક્કસ મળે છે.


No comments:

Post a Comment