શિક્ષકો વિદ્યાર્થીઓને સજા આપે એ તો સામાન્ય બાબત છે, પરંતુ વડોદરામાં શિક્ષકો મોડા આવે તો તેમને પણ સજા ભોગવવી પડશે. વડોદરામાં શિક્ષકો મોડા આવે તો તેમણે વિદ્યાર્થીઓને પોષ્ટિક આહાર ખવડાવવો પડશે.
વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે કે જે શિક્ષકો સ્કૂલે સમય કરતાં મોડા આવશે તેમણે ગરીબ અને પછાત વર્ગના બાળકોને પૌષ્ટિક આહાર ભોજન માટે આપવું પડશે. મોડા પડતા શિક્ષકોએ સ્કૂલનાં બાળકો માટે સલાડ અને શિંગદાણા તથા ગોળ ખાવા માટે આપવા પડશે. વડોદરામાં હાલમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ 40 સ્કૂલો માટે આ પરિપત્રનો અમલ કરવા માટે આદેશ આપ્યો છે.
વડોદરાની 40 સ્કૂલોમાં શિક્ષકો હવે સલાડ કાપતા જોવા મળે તો નવાઇ નહીં. કેમ કે જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલે મોડા આવતા શિક્ષકોએ ગરીબ બાળકોને સલાડ ખવડાવવું પડશે. આ સલાડમાં કાકડી, ટામેટા, ગાજર અને બીટ જેવા શાકભાજીનો સમાવેશ થાય છે.
Scorce:-SANDESH NEWSPAPER
No comments:
Post a Comment