अमारा whatsapp गृपमा जोड़ावा अही क्लिक करो
 फालतू मेसेज करवानी मनाई छे तमारा मित्रो ने पण अमारा गृपमा जोड़ो ... आभार
तमारा whatsapp & Hike  गृप मा अमारो नंबर
982 57 57 943 ऐड करो
Join Our FaceBook Groups To Get More Update ... click here
Join our Facebook page To get our website update... click here 

Search This Blog

RECENT POST

Recent Posts Widget

Jul 31, 2015

DIN VISHESH GURUPURNIMA

ગુરૂપૂણિૅમા મહાત્મય
આ સંસારમાં આપણે આપણી જનની દ્વારા આવ્યા છીએ. તેણી આપણી પ્રથમની જન્મધાત્રી છે પરંતુ આપણો બીજો જન્મ ગુરુ દ્વારા થાય છે. ગુરુ આપણને જ્ઞાન અને કૌશલ્યોનું પ્રદાન કરે છે. આચાર્ય જ્ઞાન આપે છે. ગુરુ જાગ્રતિ લાવે છે. જ્યારે આધ્યાત્મિક જ્ઞાન જેટલું સપૂર્ણ થઈ પ્રગટ થાય ત્યારે રાતદિવસ આઠે પહોર સચેતનાનો અનુભવ કરવા લાગીએ. ત્યારે તેને સદ્ગુરુ કહીએ છીએ. ગુરુ એક તત્ત્વ છે. જે અપણી ભીતરમાં પડેલો એક ગુણ છે તે કોઈ બહાર ઉભેલ વ્યક્તિ કે મહાપુરુષ નથી. તે આ શરીર અને રૃપ સુધી સીમિત નથી. તે પ્રતિકાર કરવા અને દ્રોહ કરવા માટે પણ આપણાં જીવનમાં ચાલ્યું આવે છે. જીવનમાં આ ગુરુ સિધ્ધાંત ઘણું મહત્ત્વપૂર્ણ છે. ગુરુતત્ત્વ પ્રત્યેક વ્યક્તિમાં સમાયું છે. આપણે દરેકની ભીતરમાં આ જ્ઞાાનને આહ્વાન કરવાનું છે. તેને જાગ્ર ત કરવાનું છે. આપણી ચેતનામાં જ્ઞાન ત્યારે જ જીવંત લાગે છે જ્યારે ગુરુતત્વ જીવંત બને છે. જ્યારે આપણી કોઈ ઈચ્છાઓ રહી જતી હોય નથી. ત્યારે આપણા જીવનમાં ગુરુ તત્ત્વનો ઉદય થાય છે. - જાગો, ચેતો અને જુઓ..! જીવનની દરેક ક્ષણો કેટલી બદલી રહી છે. આ ક્ષણો આપણને પણ મળે. તેનાં માટે કૃતજ્ઞા બનવું પડે.
ગુરુની અમાન્યા જાળવવાની પ્રથા સૈકાઓથી ચાલી આવે છે. અન્ય વ્યક્તિઓ બીજાંઓની પૂજા શા માટે કરે છે? જેમકે ચલચિત્રનાં કલાકારો, રમત-ગમતનાં રમતિયાળો કેવાં ભાવ-શ્રધ્ધાથી તેમના ગુરુનું સન્માન જાળવે છે. માનનિય દૃષ્ટિએ જુએ છે! આ માનનિય ભાવ માનવગત સ્વભાવનો એક હિસ્સો છે! આપણાં ભીતરનાં ઊંડાણમાં સારાં ગુણોનું સન્માન અને તેનો આદર કરવાની ભાવના ભરી છે. જ્યારે કોઈ વ્યક્તિની અથવા તો કોઈ વસ્તુનાં વખાણ કરીએ. તો આ પ્રશંસા ઈશ્વરને સમર્પિત થાય છે. આપણી ચેતના વિકસિત બને છે. જો આપણે ગુરુની પ્રશંસા કરીએ. ત્યારે આ પ્રશંસા ઈશ્વરને પહોંચે છે. એટલા માટે જ આપણે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ  ઉજવીએ છીએ. કબીરજી પણ કહે છે - જેમનાં હૃદયમાં દાસત્વની ભાવના હોતી નથી. પણ તેનાં નામમાં તે પોતાને દાસ દર્શાવે છે. તેઓ દાસ બની પણ શકતા નથી. દાસત્વનાં ગુણ ગ્રહણ કર્યા વગર કોઈ દાસ બની શક્યું નથી.
'નિરબંધન બંધા રહૈ, બંધા નિરબંધ હોય ।
કર્મ કરૈ કરતાં નહી, દાસ કહાવૈ સૌય ।।'
કબીરજી કહે છે કે ગુરુના ભાવ (જ્ઞાનદર્શન)ને તો દૂરથી નીરખી શકાય છે.  તેઓ શરીરથી ક્ષીણ હોય છે. કારણ કે તપસ્યા, સાધના દ્વારા શરીરને ક્ષીણ બનાવ્યું છે. અને મનથી અ-મન રહે છે. વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે તો આ જગતથી દૂર રહે છે. તેઓને આ સંસારની કોઈપણ પ્રકારે મોહ માયામાં લગાવ રહેતો નથી.
'કબીર ગુરુ કૈ ભાવતે, દૂરહિ તે દિસંત ।
તબ છીના મન અનમના, જગસે રુઠિ ફિરન્ત ।।'
ગુરુ પૂર્ણિમાના દિવસે. જ્યારે શિષ્યનાં હૃદયમાં એક ભક્ત પોતાની સંપૂર્ણ કૃતજ્ઞાતામાં ઉદ્દિત થાય છે. આ તે મહાન જ્ઞાાનને માટે કૃતજ્ઞા બનવાનો દિવસ છે. જે આપણને ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. આનું પુનરાવલકોન કરવાનો સમય છે કે તમે તમારાં જીવનમાં કેટલું જ્ઞાાન તમારા ઊંડાણ સુધી પહોંચાડયું છે અને જ્ઞાાનથી તમે કેટલાં વિકસિત થયાં છો. તેનાથી આપણી ઉન્નતિમાં વધુમાં કેટલો અવકાશ છે. તેની સમજ આવે છે. આથી નમ્રતા આવશે. આ જ્ઞાાનથી આપણને જે રીતે રૃપાન્તરિત કર્યા છે તેનાં માટે કૃતજ્ઞા બનીએ, થોડું વિચારીએ. તેમના વિના આપણે કેવાં હોઈએ કૃતજ્ઞાતા અને નમ્રતા-વિનમ્રતાથી આપણી  ભીતર વિશુધ્ધ પ્રાર્થના સ્ફૂરે છે. ગુરુપૂર્ણિમાને દિવસે  અતીતનાં સઘળાં ગુરુઓનું સ્મરણ કરવાનું. જ્યારે આપણાં જીવનમાં સંપૂર્ણતા આવશે, ત્યારે આપણામાં કૃતજ્ઞાતાની ભાવના ઉદ્ભવશે. પછી આપણે ગુરુથી શરૃઆત કરીને અને અંતમાં જીવનની બધી વસ્તુઓનો આદર-સત્કાર કરવા લાગીએ છીએ. ગુરુ પૂર્ણિમાને દિવસે ભક્તો સંપૂર્ણ કૃતજ્ઞાતાથી જાગ્રત બને છે

No comments:

Post a Comment