अमारा whatsapp गृपमा जोड़ावा अही क्लिक करो
 फालतू मेसेज करवानी मनाई छे तमारा मित्रो ने पण अमारा गृपमा जोड़ो ... आभार
तमारा whatsapp & Hike  गृप मा अमारो नंबर
982 57 57 943 ऐड करो
Join Our FaceBook Groups To Get More Update ... click here
Join our Facebook page To get our website update... click here 

Search This Blog

RECENT POST

Recent Posts Widget

Jun 17, 2015

Kutch ma 195 vidhyasahayako ne pura pagar ma samavava aadesh

કચ્છમાં 195 વિદ્યાસહાયકને પૂરા પગારમાં સમાવવા કરાયા આદેશ

- સીસીસી પરીક્ષાની મુદ્દત વધારવા રાજ્યકક્ષાએ કરાઇ રજૂઆત
- સીસીસી પરીક્ષા પાસ નહીં કરનારા 369 વિદ્યાસહાયક 5 વર્ષની નોકરી બાદ પણ ન સમાવાયા

ભુજ : કચ્છ જિલ્લાની જુદી-જુદી પ્રાથમિક શાળાઓમાં એપ્રિલ-2010માં ભરતી થયેલા અને કમ્પ્યૂટરની સીસીસી પરીક્ષા પાસ કરનારા 195 વિદ્યાસહાયકને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પૂરા પગારમાં સમાવવા આદેશ કર્યા છે, જ્યારે આ પરીક્ષા પાસ નહીં કરનારા 369 વિદ્યાસહાયકને પૂરા પગારમાં સમાવાયા નથી.

આ અંગે જિલ્લા પ્રાથમિક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા અને મહામંત્રી દિનેશ શાહે માહિતી આપતાં જણાવ્યું હતું કે, એપ્રિલ-2010માં ભરતી થયેલા અને 5 વર્ષની ફરજ પૂર્ણ કરનારા કુલ 564 વિદ્યાસહાયકની પૂરા પગાર માટેની દરખાસ્ત જિલ્લાના દસે તાલુકા શિક્ષણાધિકારીઓ પાસેથી જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાને મળી હતી, જે પૈકી કમ્પ્યૂટરની સીસીસી પરીક્ષા પાસ કરનારા 195 વિદ્યાસહાયકને પૂરા પગારમાં સમાવાયા છે. 369 વિદ્યાસહાયક 5 વર્ષની ફરજ પૂર્ણ કરી હોવા છતાં સીસીસી પરીક્ષા પાસ કરી ન હોવાથી પૂરા પગારથી વંચિત રહ્યા છે.

કચ્છમાં 5 વર્ષની ફરજ પૂર્ણ કરનારા જે વિદ્યાસહાયકોએ સીસીસી પરીક્ષા પાસ કરી હોય, તો તેઓએ તાત્કાલિક તેના પ્રમાણપત્ર જે-તે તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં પહોંચાડવા જિલ્લા શિક્ષક સમાજના પદાધિકારીઓએ અનુરોધ કર્યો છે. દરમિયાન, સીસીસી પરીક્ષા પાસ કરવાની મુદ્દત ડિસેમ્બર-2015 સુધી વધારવા રાજ્યકક્ષાએ રજૂઆત કરી છે. જો મુદ્દત વધારવામાં આવે, તો જિલ્લાના બાકી રહી ગયેલા 369 વિદ્યાસહાયક તે પાસ કરી લે, તો તેમને પૂરા પગારમાં સમાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે શિક્ષક સમાજ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ છે.

તાલુકાવાર સમાવાયેલા વિદ્યાસહાયકો
રાપર-44, મુન્દ્રા-41, અબડાસા-33, નખત્રાણા-23, ભુજ-19, ભચાઉ-12, લખપત-7, અંજાર-8, માંડવી-2, ગાંધીધામ-6.

No comments:

Post a Comment