अमारा whatsapp गृपमा जोड़ावा अही क्लिक करो
 फालतू मेसेज करवानी मनाई छे तमारा मित्रो ने पण अमारा गृपमा जोड़ो ... आभार
तमारा whatsapp & Hike  गृप मा अमारो नंबर
982 57 57 943 ऐड करो
Join Our FaceBook Groups To Get More Update ... click here
Join our Facebook page To get our website update... click here 

Search This Blog

RECENT POST

Recent Posts Widget

Apr 8, 2015

Current affairs date.(8/4/2015)


Current Affairs 48

સામાન્ય જ્ઞાન

તા.૮/૪/૧૫
૧) દેશમાં તમામ મતદારોને આધાર કાર્ડથી કનેક્ટ કરવાની જાહેરાત થઇ ચુકી છે તેની શરૂઆત ગુજરાતથી થઇ આગામી ૧૫ ઓગસ્ટ સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે.

૨) ભારતના હાલના ડેપ્યુટી ચૂંટણી કમિશનર વિનોદ જુત્સી છે.

૩) ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર અનિતા કરવાલે છે.

૪) પર્યારણના સંરક્ષણ માટે  વડાપ્રધાનશ્રીએ નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સનો પ્રારંભ કરાવ્યો, હાલ આ ઈન્ડેક્સ માત્ર ૧૦ શહેરો પુરતો માર્યાદિત રહેશે. સપ્ટેમ્બર ૨૦૧૫ સુધીમાં તેમાં ૪૬ શહેરોને જોડવામાં આવશે.

૫) ઇન્ડિયન પ્રિમીયર લીગના ચેરમેન તરીકે રાજીવ શુક્લની પસંદગી થઇ.

૬) બ્લેક પોલ વાર્બલર પક્ષીએ વિશ્વમાં સૌથી લાંબુ અંતર કાંપવાનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો.

૭) અંધ વ્યક્તિના મગજમાં G.P.S. સિસ્ટમ ઈમ્પ્લાન્ટ કરી તેને દિશા જ્ઞાન આપવામાં આવશે, અંધ ઉંદરો પર પ્રયોગમાં સફળતા મળતા આશા બંધાઈ.

૮) ભારતમાં પર્યાવરણ મંત્રાયલ દ્વારા ૬ થી ૧૧ એપ્રિલ સુધી જૈવ વિવિધતા ગ્રીન હાટનું આયોજન કરવામાં આવેલ છે.

૯) ભારતીય નૌસેના માટે સ્ક્રોપિયન સીરીઝના સબમરીનનું નિર્માણ મઝગાંવ લીમીટેડ ફ્રાન્સના એક ફર્મ ડી.સી.એન.એન. સાથે મળીને થઇ રહ્યું છે.

૧૦) ભારતના રક્ષામંત્રી મનોહર પરિકર છે, તેણે મઝગાંવ ડોકયાર્ડ લીમીટેડમાં સ્વેદેશી ટેકનીકથી બનેલી પહેલી સબમરીન સ્ક્રોપિયનને સોમવારે લોન્ચ કરી.

૧૧) નૌસેના માટે સ્ક્રોપિયન સિરીઝની છ સબમરીનની પહેલી ‘’કાલવારી’’નું ૭/૪/૧૫ ના રોજ ઉદ્ઘાટન થયું. પરંતુ આ સબમરીન નો ઉપયોગ ૨૦૧૬ માં કરી શકાશે.

૧૨) જમ્મુ કશ્મીરના શ્રીનગર ખાતે ઈશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડનને ખુલ્લો મુકવામાં આવ્યો છે.

૧૩) ટ્યુલિપ ગાર્ડન ૧૫ હેક્ટરમાં પથરાયેલ છે. આ વર્ષે ૧૦ લાખ ટ્યુલિપ તેમાં ઉગાડવામાં આવશે.

૧૪) હાલના વર્ષમાં ટ્યુલિપ ગાર્ડનમાં કુલ ૫૩ જાતના અલગ અલગ ટ્યુલિપના ફૂલો ખીલશે.

૧૫) ટ્યુલિપ ગાર્ડન દલ સરોવરના કિનારે વિકસાવવામાં આવ્યો છે.

૧૬) પુરુષોમાં મિયામી ઓપન ખિતાબ નોવાક જેકોવીચે જીતેલ છે.

૧૭ ) કે.એન. ત્રિપાઠી ને મિજોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

૧૮) નવી દિલ્હીમાં શાર્કના સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકનું આયોજન થયું છે.