1) તા.20/4/15 ના રોજ લડાકુ જહાજ આઇ.એન.એસ. વિશાખાપટ્ટનમને ખૂલ્લુ મૂંકવામાં આવશે, જે બરાક મિસાઇલથી સજજ હશે.
2) આઇ.એન.એસ. વિશાખા પટ્ટનમ જહાજનું વજન 7300 ટન છે, વળી ભારતીય નૌકાદળમાં આ જહાજ સૌથી મોટુ અને આધુનિક માનવામાં આવે છે.
3) વિશાખાપટ્ટનમ જહાજમાં 127 મિલીમીટર ગન હશે, તેમજ એ કે -630 એન્ટિમિસાઇલ ગન સિસ્ટમ પણ હશે, ખરાબ હવામાનમાં જહાજ પર હેલીકોપ્ટર લેન્ડિંગ કરી શકશે, તેવી સુવિધા પણ હશે.
4) સંજયગાંધી નેશનલ પાર્ક મુંબઇમાં આવેલ છે, તેમા રહેલી એકમાત્ર સફેદ વાઘણ "રેબેકા" કેન્સરની બીમારીથી પીડાય છે. તેના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી.
5) ભારતે કેનેડાનાં લોકોને દસવર્ષ સુધીનાં વિઝા આપવાનો નિર્ણય લીધો છે.
6) રશિયા સૌપ્રથમ વાર પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સૈન્યનાં અભ્યાસનું આયોજન કરશે.
કમલ કિંગ ચૌધરી
7) ભારતીય મુળના અમેરિકી મહિલા રાજ રાજેશ્વરીને 16 એપ્રિલ 2015 નાં રોજ ન્યુયોર્કમાં ન્યાયધિશનાં પદ માટે પસંદ કરાયા.
8) તુર્કીએ 14 એપ્રિલ 2015 નાં રોજ ભૂમધ્ય સાગરનાં કિનારે મર્સિન પ્રાંતનાં આકકુયુમાં દેશનો પ્રથમ પરમાણુ વિજળીક યંત્રનું નિર્માણ કાર્ય શરૂ કર્યું.
9) બી. એસ. એફ નાં જવાનો માટે 14 એપ્રિલ 2015 થી રાષ્ટ્ર વ્યાપી ઉપગ્રહ આધારિત ટેલિ- મેડિસિન નેટવર્કની શરૂઆત કરવામાં આવી.
કમલ કિંગ ચૌધરી
10) ભારતીય સર્વોચ્ચ અદાલતે 10 એપ્રિલ 2015 નાં રોજ એસિડ હુમલમાં ઇજા પામેલ લોકોની મફત સારવાર કરવાનો આદેશ તમામ હોસ્પિટલોને અપાયો છે.
11) ગઇ કાલે 18 એપ્રિલે વિશ્વવરસા દિન ઉજવાયો, વર્ષ 1972 મા સ્વીડનના પાટનગર સ્ટોક હોમમાં યુ.એન.ઓ.ની પરિષદમાં દુનિયાના વારસાને જાળવવાનો પ્રસ્તાવ રખાયો હતો.
12) ટેલિકોમનું નિયમન કરતી "ટ્રાઇ" એ કહ્યુ છે કે હવેથી મોબાઇલમાં નવુ સીમકાર્ડ કઢાવવા ચૂંટણી કાર્ડ ફરજીયાત આપવું પડશે.
કમલ કિંગ ચૌધરી
13) આગામી સમયમાં જૂનાગઢ અને ગોધરામાં નવી યુનિવર્સિટીઓ કાર્યરત થશે.
14) મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટીમે અમદાવાદ અને રાજકોટ ની મેડિકલ કોલેજમાં સીટો વધારવાની મંજુરી આપી છે.
15) બ્રિટનમાં વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી કૃઝ બન 150-150 બનાવવામાં આવી છે. જેમા એક સમયે 4905 પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે, 150 કૃ મેમ્બરો સેવામાં રહેશે.
Posted by narendrasinh parmar
No comments:
Post a Comment