अमारा whatsapp गृपमा जोड़ावा अही क्लिक करो
 फालतू मेसेज करवानी मनाई छे तमारा मित्रो ने पण अमारा गृपमा जोड़ो ... आभार
तमारा whatsapp & Hike  गृप मा अमारो नंबर
982 57 57 943 ऐड करो
Join Our FaceBook Groups To Get More Update ... click here
Join our Facebook page To get our website update... click here 

Search This Blog

RECENT POST

Recent Posts Widget

Mar 23, 2015

Din vishesh 23/3/2015

તા. 23 માર્ચ, 1931

આ તારીખ આપણા આઝાદ ભારતમા એક ઐતિહાસિક તારીખ ગણવામા આવે છે કારણકે આ દિવસે જ આપણા દેશના બહાદુર ક્રાંતિકારીઓ સુખદેવ, ભગતસિંહ તથા રાજગુરૂ શહીદ થયા હતા. ભારત દેશની આઝાદી માટે અસંખ્ય ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણનુ બલિદાન આપ્યુ છે. શહીદ ભગતસિંહ ફક્ત 23 વર્ષની પોતાની યુવાનીમા જ દેશ માટે શહીદી પામ્યા. તેઓએ દેશમાટે ઘણા અગત્યના કાર્યો કરી તે સમયના લોકોને દેશ માટે કઇક કરવાની પ્રેરણા આપી.

ભારતના લોકોનુ ભાગ્ય નક્કી કરવા માટે બ્રિટિશ સરકારે સાઇમન કમીશનને ભારત મોકલ્યુ. આ કમીશન ભારત આવી નક્કી કરવાનુ હતુ કે ભારતના લોકો એટલી યોગ્યતા ધરાવે છે કે તેઓને વધુ બંધારણીય અધિકારો અપાય? અને જો આપવામા આવે તો તેનુ રૂપ શુ હોવુ જોઇએ? આ કમીશનના બધા જ સદસ્યો અંગ્રેજ હતા. બ્રિટિશ સરકારની દૃષ્ટિએ એકપણ ભારતીય એ યોગ્ય ન હતો કે તેને આ કમીશનમા સદસ્યતા આપી શકાય. તેથી આ કમીશન જ્યારે ભારત આવ્યુ ત્યારે તેનો પ્રચંડ વિરોધ થયો. આ સમયે બ્રિટિશ સરકારે પોલીસ દ્વારા ટોળાઓ પર લાઠી ચાર્જ કરાવ્યો. આ લાઠીચાર્જમા પંજાબના મહાન નેતા લાલા લજપતરાય શહીદ થયા. લાલાજીના મૃત્યુ ને લીધે યુવાન ક્રાંતિકારીઓ ઉકળી ઉઠ્યા અને ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ તથા બટુકેશ્વર દત્તે લાઠીચાર્જનુ નેતૃત્વ કરનાર અધિકારી સાંડર્સની હત્યા કરી.

ક્રાંતિકારીઓએ એવુ પણ નક્કી કર્યુ કે પ્રજાને પણ આ જનક્રાંતિથી પરિચિત કરાવવી. પરિણામે 8 એપ્રિલ, 1929ના રોજ ભગતસિંહ તથા બટુકેશ્વર દત્તે કેન્દ્રીય ધારા સભામા બમ ફેંક્યો. આ બમથી કોઇ જાનહાની થવા પામી નહી, જો કે આ બમને તે રીતે જ બનાવાયો હતો કે કોઇ જાનહાની થાય નહી. ક્રાંતિકારીઓના મત મુજબ આ બમનો ફક્ત એકજ ઉદેશ્ય હતો કે “બહેરાઓને સંભળાવવુ”. આ બમ ફેંક્યા બાદ ભગતસિંહ તથા બટુકેશ્વર દત્ત ત્યાથી ભાગ્યા પણ નહોતા કારણકે તેઓને પોતાની ધરપકડ કરાવવી જ હતી અને અદાલતનો એક મંચ તરીકે તેઓ ઉપયોગ કરવા માંગતા હતા.

ભગતસિંહ પર સાંડર્સ હત્યાનો કેસ ચાલ્યો. આ કેસ દરમિયાન પણ તેઓએ અદાલતમા આપેલા પોતાના ઐતિહાસિક નિવેદનોએ પ્રજાનુ ર્હદય જીતી લીધુ અને અનેક યુવાનોના મનમા દેશપ્રેમ જગાવ્યો.

જનતાના દેશવ્યાપી વિરોધ છતા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને 23 માર્ચ, 1931ના રોજ ફાંસી આપવામા આવી.

23 વર્ષીય ભગતસિંહ પોતે દેશ માટે બહુ ઊંડી ભાવના ધરાવતા હતા તેમજ તેઓના પત્રો પરથી સમાજવાદમા તેઓની ભાવના પણ સ્પષ્ટ દેખાય છે. ઇતિહાસકારોના મત મુજબ ભગતસિંહે સમાજવાદની એક નવી પરિભાષા આપી હતી જેનો મતલબ “પુંજીવાદ તથા વર્ગીય શાસનનો અંત” એવો થાય છે. ભગતસિંહે લખેલા પત્રમા જણાવ્યુ છે કે કિશાનોએ ફક્ત વિદેશી શાસનથી જ નહી પરંતુ જમીનદારો અને પુંજીપતિઓથી પણ પોતાને મુક્ત કરાવવા પડશે. ભગતસિંહે પોતાના એક અંતિમ સંદેશમા જણાવ્યુ છે કે ભારતમા ત્યા સુધી સંઘર્ષ ચાલુ રહેશે જ્યા સુધી મુઠ્ઠીભર શોષકો પોતાના સ્વાર્થ માટે સાધારણ જનતાની મહેનતનુ શોષણ કરશે –જો કે ભગતસિંહનો આખરી સંદેશ હાલના ભારતમા પણ લાગુ પડે છે પરંતુ આજના ભારતમા ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરૂ જેવા દેશપ્રેમીઓની અછત પણ નકારી શકાય નહી.


No comments:

Post a Comment