રાજ્યના શિક્ષણ વિભાગે આગામી૨૦૧૫-૧૬ના વર્ષ દરમિયાન અમલમાં મૂકવા માટે સંખ્યાબંધ નવા નિર્ણયો લીધા છે.જેમાં જેમાં અત્યંત મહત્વનો નિર્ણય એ છે કે, માધ્યમિક
શિક્ષણમાં સરકાર હવેથી કોઈ નવી ગ્રાન્ટેડ શાળા મંજૂર કરવાની ન હોવાથી તમામ નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે નવી ગ્રાન્ટ નીતિને અમલમાં મૂકશે.ગ્રાન્ટેડ શાળાઓ માટે ગ્રાન્ટની જૂની નીતિ અમલમાં રહેશે.જે મુજબ હવેથી આવી શાળાઓને
વિદ્યાર્થી દીઠ વાર્ષિક કુલ રૂપિયા ૭૫૦૦ની ગ્રાન્ટ આપી દેશે.એમાં પણ જે શાળાના વિદ્યાર્થીઓ ૭૫ ટકાથી વધુ માર્કસ લાવશે તે શાળાને તેટલા વિદ્યાર્થી દીઠ અપાતી
ગ્રાન્ટમાં ૧૦ ટકાનો વધારો અપાશે. આ નિર્ણયને કારણે શાળામાં
શિક્ષણની ગુણવત્તા સુધરશે.
આ ઉપરાંત સરકાર 'ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ' અમલમાં મૂકશે.જેના કારણે તમામ બાળકો ઉપર સરકાર સીધી નજર રાખી શકશે અર્થાત બાળક શાળામાં દાખલ થયા બાદથી તે ક્યારે શાળા છોડી ગયો,અન્ય કઈ શાળામાં દાખલ થયો, કે અભ્યાસ છોડી ગયો, તે અત્યારે શું કરે છે ? સહિતની તમામ બાબતો ઉપર સરકારનું મોનીટરિંગ રહેશે અને તેના આધારે શિક્ષણનું પ્રમાણ તથા સત્ર બંને સુધારી શકાશે.
વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગના બજેટ પરની ચર્ચાને અંતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે,ગરીબ પ્રવેશ અપાવવા સરકાર ફી પેટે વાર્ષિક રૂપિયા ૧૦ હજાર અને બાળકોને યુનિફોર્મ તથા બૂટ માટે રૂપિયા ૩ હજાર મળીને કુલ ૧૩ હજારની સહાય કરશે.
શિક્ષકોની બદલીમાં ચાલતી ગેરરીતિને ડામવા માટે સરકારે પ્રાયોગિક ધોરણે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને પોરબંદરમાં ઓનલાઈન બદલીની પ્રથા દાખલ કરી હતી.જે ૧૦૦ ટકાસફળ થતાં હવેથી તેનો અમલ આખા રાજ્યમાં કરવાનો નિર્ણય લેવાયો છે.જેના કારણે શિક્ષકની સિનિયોરીટી, તેના મેરિટ પ્રમાણે આપોઆપ શિક્ષકની ઓનલાઇન અરજીના આધારે બદલી થઈ જશે.એમાં કોઈની લાગવગની જરૂર નહીં પડે.
ગુજરાત શિક્ષણમાં ૮મા ક્રમે છે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રીએ કબૂલ્યું હતું કે, શિક્ષણમાં ગુજરાતનો નંબર ૮મો છે.જે અગાઉ ૧૮મો હતો એટલે કે ભાજપ સરકારના પ્રયત્નોને કારણે દેશમાં ગુજરાતના શિક્ષણના સ્તરમાં જોરદાર સુધારો થયો છે.એમાં પણ પ્રાથમિક શિક્ષણમાં ગુજરાત દેશમાં ૬ઠ્ઠા ક્રમે છે અને અપર પ્રાઈમરીમાં ગુજરાત ૮મા ક્રમે છે.જે આગામી વર્ષો દરમિયાન વધુ સુધરશે. હવે ગુજરાતમાં ૯૯ ટકા નામાંકન ભૂતકાળના વર્ષોમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓનું નામાંકન ૭૫ ટકા હતું.તેમાંથી ધોરણ ૧થી ૭ના વિદ્યાર્થીઓમાં ૩૭ ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી જતા હતા.જ્યારે ધોરણ ૧થી ૫ના
વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ રેશિયો ૨૦ ટકા હતો પરંતુ તે પછીના વર્ષોમાં ભાજપ સરકારના શાસનના શિક્ષણમાં આયોજનના કારણે ૯૯ ટકા નામાંકન થાય છે અને ડ્રોપ આઉટ રેશિયો ૨ ટકા થયો છે.જે શૂન્ય સુધી લઈ જવાશે.
કેન્દ્રની નવી શિક્ષણનીતિની જાહેરાત મહાત્મા મંદિરમાં કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવાનું નક્કી કર્યુ છે.જોકે, સરકાર, આ માટે એવી પધ્ધતિ અમલમાં મૂકશે
કે એપ્રિલ-મેમાં દેશની ગ્રામ સભા પાસેથી નવી શિક્ષણ નીતિમાં સામેલ કરવા પાત્ર બાબતે અભિપ્રાય માંગશે.તે પછી જૂનમાં દેશભરમાં તાલુકા કક્ષાએ. ઓગષ્ટમાં જિલ્લા
કક્ષાએ, સપ્ટેમ્બરમાં રાજ્ય કક્ષા, ઓકટોબરમાં ઝોનલ કક્ષાએ અભિપ્રાયો મેળવ્યા બાદ તેનો અભ્યાસ કરીને નવી નીતિ બનાવાશે અને તેની આખરી સત્તાવાર જાહેરાત
ગાંધીનગર સ્થિર મહાત્મા મંદિરમાં કરાશે.
-ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ અમલમાં મૂકાશે
-માત્ર નોન-ગ્રાન્ટેડ શાળાઓને સરકાર હવેથી વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૭૫૦૦ ગ્રાન્ટ આપશે
-જે શાળામાં વિદ્યાર્થી ૭૫ ટકાથી વધુ ગુણ મેળવશે તે શાળાને વિદ્યાર્થી દીઠ ૧૦ ટકા વધુ ગ્રાન્ટ અપાશે
-૩૩૦૦ નવા વિધા સહાયકો, ૧૦૦૦ નવા મુખ્ય શિક્ષકોની નિમણૂક કરાશે
-હવેથી શિક્ષકોની બદલી ઓનલાઈન કરાશે
-વિદ્યાર્થી દીઠ વાર્ષિક ૧૩ હજારની સહાય અપાશે
- બ્લોક મૂકી શિક્ષણ અપાશે
-ધો.૧થી ૫ના વિદ્યાર્થીઓને ૧ કિ.મી.થી વધુ અને ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓને ૩ કિ.મી.થી વધુ ચાલવું પડતું હશે તો ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરાશે
-કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિની જાહેરાત મહાત્મા મંદિર
- ગાંધીનગર ખાતે મોટા કાર્યક્રમમાં કરાશે -બે નવી યુનિવર્સિટીઓ અને
૧૦ નવી કોલેજોની સ્થાપના કરાશે
- તમામ પરીક્ષા કેન્દ્રોમાં હવેથી સીસીટીવી કેમેરા મૂકાશે અને તેનું મોનિટરિંગ ગાંધીનગરના કંટ્રોલ રૂમમાંથી કરાશે.
No comments:
Post a Comment