अमारा whatsapp गृपमा जोड़ावा अही क्लिक करो
 फालतू मेसेज करवानी मनाई छे तमारा मित्रो ने पण अमारा गृपमा जोड़ो ... आभार
तमारा whatsapp & Hike  गृप मा अमारो नंबर
982 57 57 943 ऐड करो
Join Our FaceBook Groups To Get More Update ... click here
Join our Facebook page To get our website update... click here 

Search This Blog

RECENT POST

Recent Posts Widget

Feb 26, 2015

Bin sachivalay clerk notification

GAUN SEVA BIN SACHIVALAY CLERK જાહેરાત ક્રમાંકઃ ૩૮/૨૦૧૪૧૫, બિન સચિવાલય કારકુનની જગ્યાના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ.

(૧) બિન સચિવાલય કારકુન, વર્ગ-૩, ભરતી માટે જાહેરાત ક્રમાંકઃ ૩૮/૨૦૧૪૧૫ ને અનુલક્ષીને તા.૨૧.૧૨.૨૦૧૪ ના રોજ ભાગ-૧ ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવેલ. ભાગ-૧ ની સદર લેખિત પરીક્ષાનું પરીણામ તા.૨૩/૨/૨૦૧૫ના રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. ભાગ-૧ ની લેખિત પરીક્ષાના પરિણામને આધારે, કુલ ખાલી જગ્‍યા ૨૪૪૭ ના પાંચ ગણા જેટલા ઉમેદવારો ભાગ-ર, ની કોમ્‍પ્‍યુટર પ્રોફીસીયન્‍સી(કાર્યક્ષમતા) કસોટી માટે લાયક ઠરેલ છે. કોમ્‍પ્‍યુટર પ્રોફીસીયન્‍સી( કાર્યક્ષમતા)કસોટી, ભાગ-૨નો અભ્‍યાસક્રમ નીચે મુજબ છે.
(ખ) ભાગ-ર: કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કોમ્પ્યુટર કાર્યક્ષમતા) કસોટી : પેપરઃર, ગુણઃ૧૦૦, સમયઃ ૧ કલાક ૩૦ મીનીટ.
૧ ગુજરાતી ટાઇપીંગ કસોટી ૨૦ ગુણ
૨ અંગ્રેજી ટાઇપીંગ કસોટી ર૦ ગુણ
૩ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેકટીકલ કસોટી. ૬૦ ગુણ
કુલ ૧૦૦ ગુણ
નોંધ: (૧) ઉપર ૩(ત્રણ્) માં દર્શાવેલ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેક્ટીકલ કસોટીનો અભ્યાસક્રમ એપેન્ડીક્ષ "F" **મુજબનો રહેશે.
(૨) ટાઇપીંગની ઝડપ, ચોકસાઇ સાથે કલાકના ૫૦૦૦ કી.ડીપ્રેશન્સ (key depressions) થી ઓછી નહીં, તેટલી હોવી જોઇશે.
(ગ) લઘુત્તમ લાયકી ધોરણ:
મેરીટ યાદી તૈયાર કરવા માટેનું લાયકી ધોરણ મંડળ ઠરાવશે. પરંતુ પરીક્ષા નિયમોની જોગવાઇ મુજબ, કોઇપણ સંજોગોમાં અનામત કેટેગરી સહિતની તમામ કેટેગરીના ઉમેદવારો માટે લધુત્તમ લાયકી ધોરણ, દરેક કસોટી માટે કુલ ગુણના ૪૦ % ગુણ રહેશે. ભાગ-૧ ની લેખિત કસોટીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી માટે બોલાવવામાં આવશે.
(ઘ) (૧) કારકુનની જગ્‍યા માટેની મેરીટ યાદી ભાગ ૧ : લેખિત કસોટી : ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) પ્રશ્ન૫ત્ર તથા ભાગ-ર: કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કોમ્પ્યુટર કાર્યક્ષમતા) કસોટી, બંનેમાં મેળવેલ સંયુક્ત ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
(૨) આ જાહેરાત હેઠળની જગ્‍યા માટે મૌખીક કસોટી (ઇન્‍ટરવ્‍યુ) લેવામાં આવશે નહીં.

ખાસ નોંધ: તા.૨૩/૨/૨૦૧૫ના રોજ બહાર પાડવામાં આવેલ ભાગ-૧ની લેખિત પરીક્ષાના પરિણામને અનુલક્ષીને જે ઉમેદવાર તેમના પરિણામની પુન:ચકાસણી કરાવવા ઈચ્છતા હોય તેઓએ રૂ.૫૦/-ની ફી મંડળની કચેરીમાં રોકડેથી અથવા “સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર”ની તરફેણનો પે-ઓર્ડર/બેંક ડ્રાફ્ટ/ભારતીય પોસ્ટલ ઓર્ડરથી ફી ભરીને તા.૧૧/૩/૨૦૧૪ સુધી સાદા કાગળ ઉપર નામ, સરનામુ, બેઠક નંબર, ફીની વિગત સાથે મંડળની કચેરીને અરજી કરી શકશે.
** જાહેરાત ક્રમાંક ૩૮/૨૦૧૫ નો ફકરો ૯ પસંદગી પ્રક્રીયા દર્શાવે છે. કોમ્પ્યુટર પ્રેક્ટીકલ કસોટીનો અભ્યાસક્રમ એપેન્ડીક્ષ "F" અને સમગ્ર જાહેરાત જોવા માટે આ લીન્ક પર જવા વિનંતી અહીં ક્લિક કરો
(૨) ગુજરાતી ટાઇપીંગ ટેસ્‍ટ તથા અંગ્રેજી ટાઇપીંગ ટેસ્‍ટ મંડળ દ્વારા કોમ્‍પ્‍યુટર ઉપર યોજવામાં આવશે.
(૩) રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના તા.૨૨/૮/૨૦૦૮ના ઠરાવ ક્રમાંકઃ જીયુજે/૨૦૦૬/૧૧૭૯/આઇટી ની સૂચનાઓથી સરકારશ્રીએ Ms Office 2003 Indic અને Ms Office 2007 Indic વર્ઝનને ગુજરાતી ભાષાના કોમન સોફ્ટવેર તરીકે સરકારે અધિકૃત સોફ્ટવેર ગણેલ છે. રાજ્ય સરકારની આ નીતિને અનુલક્ષીને કારકુન કમ ટાઇપીસ્ટ (ગુજરાતી) અને ટાઇપીસ્ટ (ગુજરાતી) ના ઉમેદવારોનો ગુજરાતી ટાઇપીંગ ટેસ્ટ આ સોફ્ટવેર (Indic IME)મારફત લેવામાં આવશે
(૪) સદર Indic IME સોફ્ટવેર ફ્રી સોફ્ટવેર છે. ઇન્ટરનેટ પર સર્ચ કરવાથી આ સોફ્ટવેર સહેલાઇથી ડાઉનલોડ કરી શકાશે. ઉદાહરણરૂપે તેવી એક લીન્ક નીચે છે જેનો પણ ઉપયોગ કરી શકાય.
http://www.bhashaindia.com/gujarati/Pages/home.aspx
(૫) સદર Indic IME ફ્રી સોફ્ટવેરને કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા માટે બે મિનિટ જેટલો જ સમય લાગે છે. આ સોફ્ટવેર અંગેની વધુ વિગતો ઇન્ટરનેટ પર સર્ચ કરવાથી સરળતાથી મળી શકે તેમ છે. અથવા તો નીચેની લીન્ક પરથી પણ વિગતો ઉપલબ્ધ થઇ શકશે.
http://www.bhashaindia.com/SiteCollectionDocuments/Downloads/IME/Indic3/helpfiles/Gujarati%20Indic%20Input%203-User%20Guide.pdf
(૬) આ સોફ્ટવેરમાં નીચે મુજબનાં આઠ(૮) કી-બોર્ડ ઉપલબ્‍ધ છે.
1. Gujarati Transliteration
2. Gujarati Typewriter
3. Gujarati Typewriter(G)
4. Gujarati Inscript
5. Gujarati Indica
6. Remigntan Indica
7. Special Characters.
8. Gujarati Terafont
1. જેઓ બ-ક-મ-ન દ્વારા પધ્ધતિસર ટાઇપીંગ શીખીને ટાઇપ કરતાં હોય તેમના માટેનું કી-બોર્ડ,
2. જેઓ ગુજરાતી શબ્દોના ઉચ્ચાર પ્રમાણે અંગ્રેજીના સ્પેલીંગ બનાવીને અંગ્રેજી કી-બોર્ડ (a s d f g…) મારફત ગુજરાતી ટાઇપીંગ કરતા હોય તેમના માટેનુ; કી-બોર્ડ,
3. ડીઓઇ તરીકે ઓળખ

No comments:

Post a Comment