ઘરની વહુ સસરા કે જેઠની સામે આવતા પોતાનો ચહેરો ઢાંકે છે એ
બાબત એ પુરુષો માટે સમ્માનજનક છે
કે શરમજનક? શું ઘરના પુરુષોની નજર ખરાબ છે, કે વહુએ એ લોકો સામે
આવતા પહેલા પોતાનો ચહેરો ઢાંકવો પડે? ખરેખર પડદાપ્રથાનું રહસ્ય આમ છે: વિદેશી આક્રમણખોરો જ્યારે ભારત પર શાસન કરતા થયા ત્યારે તેઓની વિકૃત વાસનાઓ સંતોષીને બદલામાં ધન મેળવવાની લાલચે સત્તાધીશોના દલાલો જાહેરજીવનમાં સક્રિય ભારતીય નારીને ઉઠાવીને વાસનાખોર
શાસકોને સોંપી દેતા. બદલામાં બહુમૂલ્ય ભેટસોગાદો મેળવતા. આથી
એ કાળે સ્ત્રીનું જાહેરજીવન ખતમ થયું. સત્તાધીશોની વાસના સંતોષવા હરામખોર દલાલો રાજકીય કામના બહાના હેઠળ ઘરના દિવાનખાના સુધી આવતા થયા અને ઘરમાં સુંદર સ્ત્રી જણાય તો તેને ઉપાડી જતા અને બાદશાહ સમક્ષ પેશ કરતા. આથી ઘરમાં પણ સ્ત્રીનું સ્થાન રસોડા પૂરતું સીમિત થઈ ગયું. આથી આ દલાલો ચાલાકી વાપરીને દીવાનખાનામાં પીવા માટે પાણી મંગાવતા. તેઓની બૂરી નજરથી બચવા ભારતીય નારી
ચહેરો ઢંકાય એ રીતે સાડી પહેરીને પીવા માટે પાણી લઈ આવતી.ઘરની સ્ત્રીનો ચહેરો ઢાંકવાના બચાવમાં ઘરના વડીલો સત્તાના દલાલોને કહેતા, કે આમારા પરિવારની સ્ત્રીઓ ઘરના પુરુષો આગળ પોતાનો ચહેરો ઢાંકે છે. આ રીતે આપણે ત્યાં સ્ત્રીને માથે ઓઢવાની પ્રથા દાખલ થઈ.
લગભગ હજાર વર્ષની યાતનાઓ
વેઠ્યા બાદ આઝાદ ભારતમાં નિર્ભયતાનો શ્વાસ લેતી ભારતીય નારી ફરીથી જાહેરજીવનમાં દેખાવા લાગી છે ત્યારે ભૃણહત્યા દ્વારા ઘટતી જતી નારી સંખ્યા ફરીથી તેને ઘરના દરવાજાની અંદર ધકેલી દે તો નવાઈ નહિ. કારણ કે દર હજાર પુરુષોએ આઠસો પચાસ
સ્ત્રીઓ છે. એટલે કે દર હજાર પુરુષોએ
દોઢસો પુરુષો આજીવન અપરિણિત
રહેવાના ! ગુજરાતની પુખ્ત વસતી
પાંચ કરોડની ગણીએ તો એમાં અઢી
કરોડ પુરુષોની સંખ્યાએ કુલ સાડત્રીસ લાખ પચાસ હજાર પુરુષો અપરિણિત છે એમ ગણાય અને આ સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જ રહેવાનો. આવા પુરુષોની ન સંતોષાયેલી કામવાસના કોઈ ને કોઈ વિકૃત સ્વરૂપે સમાજમાં છતી થયા જ કરવાની.
સ્ત્રીઓનું જાતીય શોષણ માત્ર શાબ્દિક, ઈશારા કે છેડછાડ પૂરતું સીમિત ન રહેતા શારિરીક બળજબરી (ચુંબનથી બળાત્કાર સુધી) તેમજ ગ્રુપ-રેપિંગ સુધી પહોંચી જશે. ધોળે દિવસે રસ્તા ઉપરની ગલીઓમાં, એપાર્ટમેન્ટ કે કોમ્પ્લેક્સના લીફ્ટરૂમમાં, ઓફીસ-દુકાનમાં, ટ્રેનના ડબા કે બસમાં બળાત્કારો થતા હશે. આવા અનેક પ્રકારના જાતીય શોષણના કિસ્સાઓનું
પ્રમાણ એટલું બધું વધી જશે કે સ્ત્રીનું
જાહેરજીવન લગભગ અશક્ય થઈ જવાનું. આવી ભયંકર સમસ્યાનો સામનો કરવાનો ના થાય એ માટે ગર્ભમાં રહેલી બેટીને બચાવવાનું અભિયાન યુધ્ધના ધોરણે શરૂ કરવું અત્યંત જરૂરી છે.
બેટીના જન્મને વધાવવાની સાથે-સાથે બેટીને ભણાવવાની પણ અત્યંત
આવશ્યકતા છે. જ્ઞાનપ્રાપ્તિ કરનાર બેટીનો આત્મવિશ્વાસ મજબૂત થાય છે. પોતાના અંગત પ્રશ્નો તેમજ પરિવારની મુશ્કેલીઓને તે આસાનીથી ઉકેલી શકે છે. રાષ્ટ્રના વિકાસમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી શકે છે. મહિલા સશક્તિકરણના આ યુગમાં બેટી ભણશે તો જાહેર જીવનમાં આવનારી આફતોનો સામનો કરી શકશે. કોઈને આધીન રહીને લાચાર તેમજ દયામણું જીવન જીવવાનું ત્યજીને શિક્ષણ પ્રાપ્ત કરનારી બેટી કુશળતાપૂર્વક પોતાનું જીવન જીવી શકે છે. આ જ બેટી આગળ જતાં જે પરિવારમાં લગ્ન કરીને જશે એ પરિવારને પણ સુસંસ્કૃત તેમજ સભ્ય બનાવવામાં તેમજ આવનારી પેઢીને સશક્ત તેમજ સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ બની શકશે. બેટી માત્ર ઘરના કામ કરવા માટે જન્મી નથી. તેનું કાર્યક્ષેત્ર ઘર પૂરતું સીમિત રાખીને તેની શક્તિઓને કુંઠીત કરવાનો અધિકાર કોઈને નથી, તેના પરિવારજનો ને પણ નહી ! વિશાળ
ગગનમાં પાંખો પસારીને ઉડવા માગતી દિકરીને કેદખાનામાં કેવી રીતે કેદ રાખી શકાય ? દિકરા- દિકરીને સમાન અધિકાર પ્રાપ્ત થવા જ જોઈએ. બેટીને પણ વિશાળ કાર્યક્ષેત્ર ઉપલબ્ધ કરાવીને તેની શક્તિઓને ખીલવા દેવી જોઈએ. સમયના બદલાવની સાથે-સાથે તાલમેલ મેળવીને બેટીને શિક્ષીત કરવી એ આજના યુગની માંગ છે. પ્રેમ અને હૂંફ આપીને બેટીને બચાવીને ભણાવવી એ આપણા સૌનું કર્તવ્ય છે.
LETEST NEWS,BREKING NEWS,RESULTS,MOBILE TIPS,PRIVATE AND GOV.ALL JOB UPDATES BY NLPARMAR.... ADD THIS OUR NEW NO.9638110411 WHATSAPP GROUPS
Pages
▼
No comments:
Post a Comment